દોસ્તો,
આ દુનીયામાં દરેક માણસની એક આગવી ઓળખાણ હોય છે. જેમાં સામાન્ય રીતે તેના નામ-જાતિ-વ્યવસાયયનો સમાવેશ થાય. પણ… મારી તો અહી એક જ ઓળખાણ છે કે હું એટલે…આ બગીચાનો માળી અને આ મારા શબ્દોની દુનિયા એટલે “મારો બગીચો”.. મારા વડિલો-સ્નેહીજનો એટલે મારા બગીચાના છાંયાદાર વૃક્ષો અને મારા મિત્રોરૂપી ફુલોથી સુવાસિત “મારો બગીચો”… મારા મનમાં દબાયેલા સંવેદનો, અનુભવો અને વિચારોનું હરિયાળું સરનામું એટલે… “મારો બગીચો” !!

આવો મહેકતો છે... "મારો બગીચો"
મારા વિચારો એ આ બગીચાનું ખાતર છે, જે મારા બગીચાને હરિયાળો રાખવાં ઘણાં ઉપયોગી બન્યાં છે. મારા નામ કરતા મને બગીચાના માળી તરીકે ઓળખો એવી આશા છે. મારો અનુભવ કે મારા વિચારો આપને ઉપયોગી થાય અથવા આપને થોડા સમય માટે પણ ખુશી આપી શકે તો મને ઘણો આનંદ થશે.
વધુ ફરી કયારેક કહીશ.
અત્યારે મળ્યા છો તેમ મળતા રહેજો…
આવજો..
–
આપનો સદાયે આભારી,
હું.. “બગીચાનો માળી…”
. . .
liked ur blog
keep it up
Thank you so much sir.
સરસ બ્લોગ બનાવ્યો છે…. લખતા રહેજો…
ખુબ-ખુબ આભાર હિરેનભાઇ,
મારા જેવા નવા નીશાળીયાને શરુઆતમાં આપના જેવા લોકોનો સાથ મળે તો જગ જીત્યાનો આનંદ થાય. આપના આ શબ્દો પછી લખવાની વધારે મજા આવશે અને આપની પ્રેરણા સદાય મળતી રહેશે એવો મને વિશ્વાસ છે.
ફરીવાર આપનો ખુબ આભાર.
દોસ્ત ,આપનો પરિચય ગમ્યો .નામ ની આગળ ગણા પાટિયા જુલતા જોયા છે ,પણ આપના પરિચય ની રીત ગમી .
આભાર મેહુલભાઇ.
તમારા જેવા દોસ્તો મળી જાય તો બીજા કોઇ પાટીયાની શી જરુર ? એક નાનકડા બગીચાનો માળી છું અને જીવનભર માળી તરીકે ઓળખાવાનુ પસંદ કરીશ. બગીચાની હરિયાળી એ જ મારા જીવવનો ધ્યેય છે.
આપને કોઇ જરુર હોય તો સાદ દેજો, આ માળી તમારા બગીચાને હરિયાળો બનાવવામાં પણ જાન લગાવી દેશે. છોડવાને ઉછેરવાં અને વૃક્ષોને જાળવવા એજ મારું કામ, એમાં સ્વાર્થ માટે કોઇ જગ્યા નથી.
અહી કંઇક આપને ગમ્યું એટલે આ બગીચો ધન્ય થયો. સમય મળ્યે પધારતાં રહેજો. ભેગા થઇને જીંદગી વાગોળશું તો જીવવાની મજા ઘણી વધી જશે.
આવજો.
ગુજરાતી બ્લૉગ વિશ્વમાં હાર્દિક સ્વાગત…!
આપના આ બ્લોગને ગુજરાતી બ્લૉગ વિશ્વ નામના બ્લૉગ એગ્રીગેટરમાં ઉમેર્યો છે.
વડિલ શ્રી વિનયભાઇ,
મારા બગીચામાં આપનુ સ્વાગત કરું છું.. તમે અહી આવ્યા, મને ઘણો આનંદ થયો. મારા આ નાનકડા બગીચાને આપની યાદીમાં સમાવવા બદલ ઘણો-ઘણો આભાર.
પરિચય આપવાની રીત ગમી હો
ભરતભાઇ, મારા બગીચાની મુલાકાત લેવા બદલ આપનો આભાર…
આપના બ્લોગનુ નામ “મારો બગીચો” અને આપનુ નામ “બગીચાનો માળી” ઘણું ગમ્યું.
હિતેશભાઇ,
આપનો ખુબ-ખુબ આભાર.. અત્યારે મળ્યા છો તેમ મળતા રહેજો.
બગીચાના માલી નો પરિચય ગમ્યોં અને તેના બાગ સાથે મળવાનો આનંદ પણ થશે. કારણ માલી છો તો બગીચો સુંદર જ હોય…
એક નાનકડા બગીચાના માળી અને તેના બગીચાની સુંદરતા ઉપર વિશ્વાસ રાખવા બદલ આભાર. આપના જેવા વડિલોનો સાથ હશે તો મારો બગીચો હંમેશા સુંદર જ રહેશે.. મળતા રહેજો.. આ માળી ને ઘણો આનંદ થશે.
bhai..! tamara baghicha ma begadi besi ne anand aavyo.gani yado ne taji hava mali. tamaro baagh mane khub gamyo….aavto rahish karan ke baghicha mane khub game chhe…..
શ્રી ચંદ્રકાંતભાઇ, આપ આવ્યા અને આપને આનંદ થયો એ જાણીને મારું મન ઘણું હરખાય છે. મારો બગીચો બનાવવાનો ધ્યેય પણ એ જ હતો કે આવનારને અહી આવવાનો આનંદ રહે. આપના સુંદર શબ્દો બદલ આ માળી આપનો હ્રદય પુર્વક આભાર માને છે. મારા બગીચાને આપ પોતાનો બગીચો સમજીને ગમે ત્યારે આવી શકો છો, આપની ખાટી-મીઠી વાતોને અહી સૌની સાથે વહેંચી શકો છો. જીવનમાં હરિયાળી ફેલાવવી એ જ તો મારું કામ છે, તેમાં કોઇ પુર્વગ્રહને સ્થાન નથી. બીજી વાતો ફરી મળીશું ત્યારે.. બસ, આમ જ મળતા રહેજો. મને બહુ મઝા આવશે.
bhai ,,hu sree ne layak nathi,,,tamara bagh ma aavavanu aamantran swikaru chhu………
શ્રી ચંદ્રકાન્તભાઇ, કોઇ લાયક છે કે નહી તેની ગણતરી મને નથી આવડતી, મારા માટે તો મારા બગીચે આવનાર દરેક વ્યક્તિ એક સમાન છે અને દરેકને સમ્માન આપવું એ આપણી ભારતીય સંસ્કૃતિમાં છે. મારું આમંત્રણ સ્વીકારવા બદલ આભાર.
આપ મળવા જેવા માણસ છો.
આભાર્
શ્રી મનસુખભાઇ, તો પછી મળતા રહેજો. મને પણ બહુ આનંદ થશે. મારા બગીચામાં આપનુ હંમેશા ભાવભર્યુ સ્વાગત છે.
this is the best example of true Gujarati person. Loved your garden, please plants more and more. thank you so much
મિત્ર કે વડીલ, મારા બગીચાને આપના જેવા મુલાકાતીઓ મળ્યા તે એક ખુશીની વાત છે. આપની લાગણીઓની કદર કરું છું.. પણ આ નાનકડો માળીને તમે કદાચ ઘણાં ઉચ્ચ વિશેષણથી નવાજયો છે જેને તે ખરેખર લાયક નથી….
હું એક સામાન્ય માણસ છું અને ગુજરાતી ભાષા પ્રત્યે મને અસામાન્ય લગાવ છે. મારો લગાવ જ મારા વિચારોનું બીજ છે અને બીજને ઉછેરવું મારું કામ…
“મારો બગીચો” આપને ગમ્યો તે બદલ ખરા દિલથી આભાર માનુ છું.
very nice… darshit…! “BAGICHA NO MAALI” mne bagicho gmyo ho…!
શ્રી હાર્દિકભાઇ, આપને નામ હવે ગમ્યું !!! મારો બગીચો ગમાડવા બદલ આભાર.. નિયમિત આવતા રહેજો, છાંયે બેસીને ઘણી બધી વાતો કરીશું…
I like your article and name .Now i am fed up with gujarati newspaper same news different name. Thanks a lot.
Parag
Fort Mcmurray.AB
આભાર શ્રી પરાગભાઇ..
Nice one
સરસ બ્લોગ બનાવ્યો છે.મેં આજે મન મુકીને તમારા બગીચાની મજા માની .સુ તમે મને મારા બ્લોગ બનાવામાં મદદ કારસો ?
શ્રી આકાશભાઇ,
આપ અહી પધાર્યા અને મારા બગીચાને આપે મન મુકીને માણ્યો તે ઘણું ગમ્યું. ખુબ-ખુબ આભાર.
આપને બ્લોગ બનાવવામાં હું કંઇક ઉપયોગી બની શકુ તો મને અત્યંત આનંદ થશે.
ભાઈ મારા બ્લોગ તમે ચેક કરો http://akashgauswami.blogspot.com મારે કઈ રીતે આ બ્લોગ સારું બનવું તે તમે મને જણાવો અને બ્લોગ ના ટોપિક કઈ રીતે લાઈન માં ગોઠવું તે જવાનો તો તમારો ખુબ ખુબ આભાર ….
શ્રી આકાશભાઇ,
આપનો બ્લોગ “બ્લોગર.કોમ”(Blogger.com) ઉપર છે એટલે તેના સેટીંગસ વિશે મને વધારે ખ્યાલ તો નથી. પણ મારા જ્ઞાન પ્રમાણે બ્લોગને સારો બનાવવા કેટલીક મહત્વની વાત આપને કહી શકું છું. જેમ કે…
- સરળતા અને સુંદરતાને જાળવી રાખવા.
- બને ત્યાં સુધી કોપી-પેસ્ટ જેવી પોસ્ટથી દુર રહેવું.
- જે કંઇ પણ લખીએ તે જાતે લખવાનો પ્રયાસ કરવો.
- કયાંય અન્ય કવિ કે લેખકની કવિતા કે લેખ મુકો ત્યારે તેમના નામ નો ઉલ્લેખ અવશ્ય કરવો.
તમારો ખુબ ખુબ આભાર આ માહિતી માટે
આપનો પણ આભાર આકાશભાઇ.. મળતા રહેજો.. અને વહેંચતા રહેજો.
દર્શિતભાઈ આપનો બ્લોગ ખરેખર ઘણો સુંદર છે તમારો બ્લોગ જ્યારે હું જોવું છુ ત્યારે મારી આંખો સમક્ષ બગીચાનું દ્રશ્ય ખડુ થાય છે
Darshitbhai,
I am for the 1st time to your Blog.
Nice to know you & your Blog.
I see the comments posted in Gujarati.
My comment in English…..from my heart.
Best Wishes for your Blog.
Congratulations !
Welcome to the Gujarati WebJagat !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Hope to see you on Chandrapukar again..& thanks for your 1st visit there.
શ્રી ચંદ્રવદનભાઇ, મારા બગીચામાં આપનું સ્વાગત છે. આપ અહી પધાર્યા તે બદલ ખુબ-ખુબ આભાર.
દર્શિત જી,
મારા બ્લોગ ની મુલાકાત લેવા બદલ આભાર
તમારો બગીચો સાચે જ લીલોછમ છે
ખુબ જ રોચક અને માહિતી થી ભરપુર છે તમારો બ્લોગ.
મને વાંચવાની બહુ જ મઝા આવી.
ખુબ-ખુબ આભાર માહી’જી. પધારતા રહેજો અને માણતા રહેજો.
આપનો બગીચો હમેશાં હર્યો ભર્યો લીલોછમ રહે, અને બગીચામાં સુન્દર રંગ બેરંગી પુષ્પો ખીલતા રહે જેની
ખુશ્બુ સાહિત્ય રસિકો, લેતા રહે એજ શુભેચ્છા.
હેમા બહેન, આપની સુંદર શુભેચ્છા અને ઉડતી મુલાકાત બદલ આભાર.
સમય મળ્યે મુલાકાત લેતા રહેજો.
દર્શિતભાઇ,
આજે પ્રથમ જ આપના ઉપવનની મુલાકાત લીધી. ખરેખર એવી જ લાગણી થઇ જેવી સમી સાંજે પ્રીય પાત્ર સાથે બગીચાની લટાર મારતા થાય છે. લખતા રહેજો અને બ્લોગ વનમા મળતા રહેજો
મારા બ્લોગની મુલાકાત લેવા બદલ ખુબ ખુબ આભાર
Komal
http://ajvaduu.wordpress.com/
કોમલ બહેન,
આપની મુલાકાત અને પ્રતિભાવ બદલ ખુબ-ખુબ આભાર… મારા બગીચા વિશેની આપની સુંદર લાગણી જાણીને અત્યંત આનંદ થયો. આમ જ મળતા રહીશું અને માણતા રહીશું.
આભાર.
દર્શીતભાઈ ,તમારા બગીચાના ફૂલોની સુગંધ માણીને આનંદ આનંદ થઇ ગયો.
ખુબ-ખુબ આભાર વિનોદભાઇ… સમય મળ્યે પધારતા રહેજો અને માણતા રહેજો.. મને ઘણો આનંદ થશે.
આદરણીયશ્રી. દર્શિતભાઈ
આપના બગીચાની આજે વહેલી સવારે
ગજબની લ9ક ભગવાને મેળવી આપી.
સાચેજ સાચ ” બગીચાના સ્વામી ” છો
આપના બગીચામાં ફરવાની ખુબજ મજા પડી સાહેબ.
આપની લખવાની શૈલી નોખી – અનોખી છે તે ખુબ જ ગમી સાહેબ
સાહેબ હું તો બસ એટલું જ કહું કે આપના સજાવેલ બગીચાની મહેક
ખુબજ દુર દુર સુધી ફેલાય અને આપ ખુબ નામના મેળવો એવી
અંતરની શુભકાનાઓ.
ડૉ.કિશોરભાઈ એમ.પટેલ
આદરણીય ડોક્ટરસાહેબ શ્રી, તમે માત્ર દર્શિત કહેશો તે વધુ યોગ્ય લાગશે અને સાહેબ, તમે તો ઘણી મીઠી-મીઠી વાતો કહી દીધી છે.
આપની વહેલી સવારની મુલાકાત અને શુભકામનાઓ બદલ દિલથી આભાર. સમય મળ્યે પધારતા રહેજો અને માણતા રહેજો.
શ્રી દર્શિતભાઈ
સુંદર બગીચો સુંદર વાતાવરણ અને સુંદર પુપ્ષમાળા.
રંગ બેરંગી ફૂલો જેવી જ આપણી ઓળખ આપવાની કળા.
આપના બેક ગ્રાઉન્ડના બગીચા જેવું જ ચિત્ર કેનેડામાં એક
પાર્ક આવેલો છે તેવું છે. ખુબ સરસ મજાનો બગીચો.
વડીલ શ્રી, આ બેકગ્રાઉન્ડનું ચિત્ર ગુગલદેવની કૃપાથી મેળવ્યું છે. કદાચ તમે કહો છો તે જ પાર્કનું પણ હોઇ શકે છે…!!! મારા બગીચા પ્રત્યેના સુંદર પ્રતિભાવ બદલ આપનો આભાર.
જો કે મારા બગીચાના ઘણાં છોડ અને પુષ્પને આપના શબ્દોની હુંફ મળતી રહી છે જે માટે પણ આપનો આભાર માનવો જ પડે…..
Nice blog. I like to read your words.
very nice
બગીચાનો માલી ખરા અર્થમાં જો કહીએ તો દોસ્ત જ છે કેમકે ઘણી વાર આપણે આપના ઘણા હોવા છતાં જીવન નો આપનો સાચો રહી દોસ્તને સમજી એ છીએ અને તેને આપણે જીવનની આપની દરેક અંગત વાતો,તકલીફોમાં સલાહ લેવામાટે આગળ કરીએ છીએ અને જો દોસ્ત આપણને સાચી હમદર્દી આપે અને દુખ માં સાથે રહી આપણને સાથ આપે તો મુરજયેલો આપના જીવનનો બાગ ખરેખર ખીલી ઊઠે છે અને જિંદગી જીવવા માટે નવું જીવન મળી છે…માટે બગીચાનો સાચો માળી દોસ્ત છે …
તમારા વિચારો ખરેખર બગીચાનું ખાતર છે જો દરેકના જીવનમાં આપના જીવા માલી મળી જાય તો જીવન આપના બગીચા જેવુ સુંદર બની જાય……..
આભાર હિનાબહેન, માળીના જીવનમાં તો આપના જેવા મુલાકાતીઓ જ બગીચાની શોભા છો. મારા બગીચાની મુલાકાત લેવા બદલ અને આ નાનકડા માળીના બગીચાને વખાણવા બદલ દિલથી આભાર. આમ જ પધારતા રહેજો… અને આપના શબ્દોથી બગીચામાં વધુ હરિયાળી ફેલાવતા રહેજો…
સરસ બ્લોગ બનાવ્યો છે..તમારો બ્લોગ.
વાંચવાની બહુ જ મઝા આવી.
દર્શિતભાઈ આ એક શાયર તામારા બગીચામા જીવન ના ફુલ લેવા આવ્યો છે…..તમારો બ્લોગ જોયો અને બહુ મોડો આવો એવુ લાગ્યુ ….. હુ એક શાયર હુ એટ્લે જતા જતા એક શાયરી કહુ છુ
˙·٠•ღ♥ક્યારેય એને નજર-અંદાજ ના કરો…
જે તમારી ખુબ સંભાળ રાખે છે,
નહીતર ક્યારેક તમને ખબર પડસે કે…
પત્થર જમા કરતા કરતા એક હીરો ખોઈ દિધો છે ♥ღ•٠·
વાહ શાયર સાહેબ.. આવી સુંદર શાયરી પર જીવનના ઘણાં ફુલો કુરબાન..
મારા બગીચામાં આપનું સ્વાગત છે.
Dear
Do download “Shreenathji Application” Which is Directed by me..have darshan enjoy..
Link : http://www.shreenathjibhakti.org/app/index.htm
Dr Sudhir Shah
slogan : Samay + Samaj + Sanjog = Santosh
સમય + સમજ + સંજોગ = સંતોષ
મેહુલભાઇ આપ ઘણુ જ સારુ અને સાચુ લખો છો આપ મહુવા આવો તો અમારા બગીચામા પ્લાંટેશનમા જરુરથી પધારશોજી