લખો ગુજરાતીમાં !

. . .

મારા બગીચાની મુલાકાત લેનાર ઘણાં મિત્રોને ગુજરાતીમાં લખાણ વાંચીને સવાલ થાય છે કે ગુજરાતીમાં કઇ રીતે લખવું. ઘણાં મિત્રોને આ અંગે સહાયરૂપ બની શક્યો છું તેનો મને અતિ આનંદ છે. છતાંયે બીજા ઘણાં એવા લોકો છે જે પુછતા સંકોચ અનુભવે છે અથવા અન્ય જગ્યાએ તે શોધવાનો પ્રયાસ કરે છે. તેથી ગુજરાતીમાં લખવા ઇચ્છતા દરેક લોકો માટે અહી મુખ્ય વિકલ્પ આપવાનો પ્રયાસ કર્યો છે.

1. ગુગલ ટ્રાન્સલેટ ;
http://www.google.com/transliterate/

- અહી સૌ પ્રથમ આપની ભાષા તરીકે “Gujarati” સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ આપ અંગ્રેજીમાં જે કંઇ પણ લખશો તેનું ગુજરાતીમાં ભાષાંતર થતુ આવશે. ઓછી મહેનતે ગુજરાતીમાં લખવા માટે આ એક ખુબ સરસ સુવિધા છે. અહી લખ્યા બાદ લખાણને યોગ્ય જગ્યાએ કોપી-પેસ્ટ કરવાનું રહે છે.

2. ડાઉનલોડ કરો ;
PramukhIME ” – Software Size : 522KB

[ ડેવલોપર - વિશાલ મોણપરા - http://vishalon.net/ ] – મારા મતે આ સૌથી સરળ સોફટવેર છે અને ઇંટરનેટ પર ગુજરાતી લખવા માટે મને સૌથી વધુ પ્રિય છે. આ સોફ્ટવેરને ઓફલાઇન (ઈંટરનેટ વગર) પણ ઉપયોગમાં લઇ શકાય છે. ગુજરાતી, હિન્દી ઉપરાંત અન્ય ઘણી ભારતીય ભાષામાં લખાણ માટે ઉપયોગમાં શકાય છે. આ સોફ્ટવેરની મદદથી આપ ઇચ્છો ત્યાં સીધા જ ગુજરાતીમાં લખી શકો છો. કોપી-પેસ્ટની કોઇ જરુર ન પડે.

3. Online Type-pad ;

- http://service.vishalon.net/pramukhtypepad.htm
- http://service.monusoft.com/GujaratiTypePad.htm
http://www.cybersafar.com/index.php?option=com_wrapper&view=wrapper&Itemid=230
- http://rajeshjoshi-aarzoo.blogspot.com/p/blog-page_27.html

4. windows માં કાયમી ગુજરાતી ફોન્ટ ઉમેરવા અને લખવા માટે ;

- સામાજીક – http://wp.me/PMLoO-84
- ગુજરાતી ટાઇપીંગ – http://anirdesh.com/Gujarati/Shruti-Font-GU.php
- લખે ગુજરાત – http://lakhe-gujarat.weebly.com/how-to-write-in-gujarati-on-your-windowsmac-computer.html

5. ગુજરાતીમાં જોડણીની ભુલો નિવારવા માટે અને લખવા માટે પણ ઘણું કામ આવી શકે એવું ઓનલાઇન સોફ્ટવેર છે ;

- Online Saras Spellchecker – http://www.gujaratilexicon.com/saras-spellchecker

# આ ઉપરાંત બ્લોગ જગતના કેટલાક મિત્રો અને વડીલો એ રજુ કરેલ તેમના સુચનો ;

  1. Gujarati Blogs – http://gujaratiblogs.com/gujaratitype/
  2. ગદ્યસુર – http://gadyasoor.wordpress.com/gujarati_typing/
  3. લયસ્તરો – http://layastaro.com/?page_id=5
  4. આપણું ગુજરાત – http://www.aapnugujarat.in/p/write-in-gujarati.html
  5. અલગારીની દુનિયા – http://algari.blogspot.com/p/blog-page.html

આશા છે કે મારા આ નાનકડા પ્રયાસ દ્વારા આપને થોડી મદદ મળી રહશે. આપને ગુજરાતી લખતા કરીને મને મારી માતૃભાષાની નાનકડી સેવા કર્યાની ખુશી થશે અને આપને મદદરૂપ થયાનો આનંદ મળશે.

. . .

વાંચે ગુજરાતી.. લખે ગુજરાતી.. સમજે ગુજરાતી..

તો..

વિકસે ગુજરાતી !!

. . .

Tags: How to, write, gujarati, ગુજરાતીમાં લખો, type in gujarati,

19 comments to લખો ગુજરાતીમાં !

  1. કોઇ જાણકાર મિત્રો અહી કોમેન્ટ તરીકે અન્ય વધુ સારો વિકલ્પ પણ સુચવી શકે છે.
    આભાર.

  2. Arvind says:

    મારી કહેવાની ઇચ્છા છે કે આપ એક સાચા ગુજરાતી છો… આભાર.

  3. સરસ જાણકારી આપી. એકજ જગ્યાએ બધી માહિતી ‘હાથવગી’….!
    -આભાર મિત્ર !

  4. ભાઈ,,ખુબ જ સારી માહિતી છે,,,કોઈ બીજા પૂછે અમને તો શેર કરવાની રજા છે ને?….

  5. શ્રી અરુણભાઇનો ફેસબુક પેજ (https://www.facebook.com/marobagicho) પર પ્રતિભાવ -

    ANYONE CAN DOWNLOAD EPIC BROWSER…IT ALLOW YOU TO WRITE ALL INDIAN LANGUAGE…JUST TYPE IN GOOGLE EPIC BROWSER AND DOWNLOAD IT…ITS NICE BROWSER SAME AS GOOGLE CHROME AND MOZILA…

  6. Heena Parekh says:

    સરસ માહિતી.

  7. ખરેખર જાણવા મળયું.

    તમારો પ્રયત્‍ન મને ગમ્‍યો.

  8. navneet pachigar says:

    chokkas mari sathe banyu chhe. mari angat chinta ne tame vacha aapi chhe me tamara kahya pramane job chhodi chhe. thanks

    • આપના પ્રતિભાવ બદલ આભાર. પરંતુ આપનો પ્રતિભાવ કોઇ અન્ય પોસ્ટના સંદર્ભમાં લાગે છે એટલે અહી આપની વાત સમજાતી નથી.

  9. બહુજ સરસ બ્લોગ. આપે ગુજરાતી લખવા માટે ઉપયોગી લીન્ક્સ આપવા બદલ આભાર. વધુ કેટલીક લીન્ક્સ મારા તરફથી: http://netgpad.sf.net તથા http://code.google.com/p/gujarati-component

  10. vipul parekh says:

    અમો ગુજરાતી ને ગર્વ થઇ તેવું તમે કર્યું છે.ગુજરાતી સોઉથી ન્યારા, ગુજરાતી સોઉંને પ્યારા ,

  11. dolat vala zamrala ૯૩૭૪૮૯૩૨૦૫ says:

    આપના બગીચામાથી ગુજરાતી વિષે ઘણુ બધુ જાણવા મળ્યુ આપનો ખુબખુબ આભાર

  12. Jeet says:

    આપ નો ખરા દીલ થી આભાર. PramukhIME સોફ્ટ્વેર ખુબ સરસ છે.

  13. Praful Shah says:

    MANY THANKS and congratulations, I type in Gujarati only in google a/c. but generally use yahoo account. receive and forward -share them and enjoy. How I can do in yahoo.?
    How I can type and convert the same way here or when I want to comment on any blogg?
    This my problem. I brought my laptop and work and read many Gujarati Bloggs and enjoy day and night at 88 years, but feel ashemed ,as I cannot do so easy in Gujarati. i have full time, so enjoy reading and sometime comment in my Engish-not proper. Shri Ratikaka Chanderia, Uttam Gajjar and many friends encourge me to continue trying, and i am doing…Yours will help. Iam in usa T.No.631-471-7799 or e.mail,meanwhile thanking you With regards

  14. ATUL DOSHI says:

    thank u

  15. GUJARATPLUS says:

    I like Gujarati/Google Transliteration IME which does not require down loading.

    you may provide links for..

    1-On line Gujarati/Hindi script converters
    2-On line Hindi/Gujarati url whole web page converter
    3-On line written in Roman script to Gujarati or Hindi script Converter

    ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?
    (4)અનુવાદ યોગ્ય ગુજરાતી

    ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં,હિન્દી મીડિયા સામે સચોટ પડકાર આપવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે.

આપને કંઇ કહેવાની ઇચ્છા છે ? તો અહી કહી શકો છો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s