સંપર્ક-ડાળી

line_upper

– આમ તો મારો આ બગીચો જ મારું કાયમી ઠેકાણું છે (જયાં ત્યાં ભટકવું આમેય આપણને ન ફાવે) એટલે અહીયાં તો આપણે કોઇપણ સમયે મળતા રહીશું. (બે-ચાર કલાક આગળ-પાછળ થાય તો ચલાવી લેજો.)

– જો કે સંપર્કના વિકલ્પ તરીકે અન્ય ઠેકાણે હું ઉપલબ્ધ છું તો તે અહી આપની જાણકારી માટે; (લાગતું નથી કે કોઇને જરૂર પડે પણ આ બહાને મારા બગીચામાં એકાદ પેજ બનતું હોય તો મને કોઇ વાંધો નથી.)

(૧) મુખ્ય સંપર્ક સરનામું: આપ અહી આપનો ઇ-સંદેશ કોઇપણ સમયે મોકલી શકો છો. (બને ત્યાં સુધી દરેકને પ્રતિભાવ આપવો એવો અમારો નિયમ છે.)

ઇ-સંદેશ સરનામું: mail@marobagicho.com

– –

(૨) ફેસબુક: આ એક એવી માયાવી દુનિયા છે જેનું હમણાં આખી દુનિયાને વળગણ લાગેલું છે અને અમે પણ આ દુનિયામાં રહેતા એક પામર જીવ હોવાથી વળગણમાંથી બચી શક્યા નથી. (અહીથી છુટવા માટે અમારો પ્રયત્ન ચાલું છે; છતાંયે આપની જાણમાં કોઇ સારા ભુવા-ડાકલા હોય તો જણાવજો. ધરમનું કામ થશે ભાઇ અને આંગળી ચીંધ્યાનું ‘પુણ’ મળશે એ નફામાં..!!)

‘બગીચાનો માળી’

મારો બગીચો” (Facebook Page)

– –

(૩) ટ્વીટર: અમે નાના હતા ત્યારે ચોર-પોલિસ રમતાં અને એકબીજાનો પીછો કરતાં પણ હવે મોટા થઇ ગયાં એટલે ઇ’ચોર-પોલિસ રમીએ છીએ !! જો તમે પણ મારી સાથે રમવા ઇચ્છતા હોવ તો લાગી જાઓ પીછો કરવાં, તમે પોલિસ બનો અને હું ચોર બનીશ! 😉 (કોઇએ આ ‘ચોર-પોલિસ’વાળી વાતને સીરીયસલી ન લેવી. મને તો પહેલેથી પોલિસનો બહુ ડર લાગે…)

Follow me @BagichanoMali

– –

– ઓકે. તો મન ફાવે ત્યાં મળીશું…

– આવજો.

line_bottom

Advertisements

22 thoughts on “સંપર્ક-ડાળી

 1. કોઇ બંધન કે સ્વાર્થ વગર જોડાયેલા આપણાં સંબંધ જેવા મધુર આપના શબ્દો છે. આપ લોકોના નિત્ય આશિષથી બગીચો સતત ખીલી રહ્યો છે તેનો મને અત્યંત આનંદ છે.
  આપ સૌ મિત્રોનો દિલના ઉંડાણથી આભાર…
  બસ.. આમ જ મળતા રહેજો અને આપની વાતો વહેંચતા રહેજો.

 2. માળી લીલા છમ્મ બગીચાના
  સજ્જન શ્રી ,
  જય હો.
  કુદરત-નિસર્ગની નજદીક જવાથી ચોક્કસ એક ભીતરી શુકૂન -ભીનાશ વાળી શીતળતા નો સહજ એહસાસ અંકે થાય છે.સારું લાગે છે.બગીચાનો લીલો રંગ આમેય આંખોને ઠંડક આપે ..ગમે। …
  બસ સુખની ક્ષણો વહેંચતા જાઓ અને ખુશ થવું અને રહેવું એજ મકસદ !આભાર।
  -લા’કાન્ત / 23-8-13

આપને કંઇ કહેવાની ઇચ્છા હોય તો અહી કહી શકો છો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s